દુનિયામાં ચીન અવાર નવાર પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ચર્ચામાં આવતું રહે છે, આ વખતે ચીને દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બનાવ્યું છે. રવિવારે ટેલિસ્કોપને બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી. ચાઈનીઝ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેલિસ્કોપની મદદથી તેઓ એલિયન અંગેની માહિતી મેળવશે.30 ફુટબોલ ગ્રાઉન્ટ જેટલું વિશાળ ટેલિસ્કોપ.....
- આ ટેલિસ્કોપ ગુઇઝોઉ પ્રાંતના સાઉથવેસ્ટમાં આવેલા પર્વતો વચ્ચે કટોરાના આકારમાં આવેલી ખીણમાં લગાવવામાં આવ્યું છે.
- ટેલિસ્કોપના રિફ્લેક્ટરને 4,450 ટ્રાઇએન્ગલ શેપની પેનલ્સમાં જોડવામાં આવ્યું છે.
- આ વિશ્વનું સૌથી મોટું 500 મીટર અપર્ચર વાળું રેડિયો ટેલિસ્કોપ છે.
- ટેલિસ્કોપ એટલુ મોટું છે કે તેનો કુલ ઘેરાવો અંદાજે 30 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલો છે.
10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
- ન્યૂઝ એજન્સી શિન્હુઆના મતે, ટેલિસ્કોપના 5 કિમીની વિસ્તારમાં રહેતા લગભગ 9,110 લોકોને રિલોકેટ કરવામાં આવ્યા હતા.
- ગુઇઝોઉના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બદલામાં લોકોને 12,000 યુઆન(સવા લાખ કરતા પણ વધુ રૂપિયા)નું વળતર ચુકવવામાં આવ્યું હતુ.
- રિપોર્ટ પ્રમાણે ટેલિસ્કોપ બનાવવા પાછળ અંદાજે 1.2 બિલિયન યુઆન(1220 કરોડ રૂપિયાથી વધુ)નો ખર્ચે થયો છે.
યુએસમાં છે સૌથી મોટું ટેલિસ્કોપ
- પ્યૂર્તો રિકોના એરેસીબો ઓબઝર્વેટરીમાં હાલમાં વિશ્વનું સૌથી મોટું ટેલિસ્કોપ આવેલું છે.
- આ ટેલિસ્કોપનો ડાયામીટર 305 મીટર(1000 ફુટ) છે.
- ચાઇનીઝ વૈજ્ઞાનિકોના મતે નવા ટેલિસ્કોપથી સ્પેસને સમજવા માટે દેશની ક્ષમતા વધશે.
- દાવા અનુસાર આ ટેલિસ્કોપ સ્પેસમાંથી આવતા અત્યંત નબળા રેડિયો સિગ્નલ્સને સરળતાથી રિસિવ કરી શકશે.
- આ ટેલિસ્કોપથી એ પણ જાણવામાં મદદ થશ કે સ્પેસના અજાણ્યા ગ્રહો પર જીવનનું અસ્તિત્વ છે કેમ?
Know more