Header Ads

  • Breaking News

    સૌરાષ્ટ્રમાં ઝરમર, રાજકોટમાં મુશળધાર 2 કલાકમાં 2 ઇંચ, પાણી ભરાયા


    રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં સવારથી વાતાવરણ વરસાદી બન્યું હતું. ભારે બફરા અને વાદળો વચ્ચે બપોર બાદ  સૌરાષ્ટ્રમાં અમુક સ્થળે ઝરમર અને રાજકોટમાં મુશળધાર વરસાદ વરસી પડ્યો હતો. રાજકોટના મેટોડા, વાજડી અને ઇશ્વરિયામાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કિસાનપરા ચોક સહિતના વિસ્તારોમાં રોડ પર ગોઠણસમા પાણી ભરાયા હતા.

    સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે

    મધ્યપ્રદેશમાં સર્જાયેલું હવાનું દબાણ મજબૂત બનતાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. થોડા વરસાદના પગલે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રમાં ગોંડલ, જુનાગઢ, મોરબી, સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસી પડ્યો હતો. જો કે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
    આગામી 24 કલાક દરિયાઇ પટ્ટી સહિત વરસાદની આગાહી

    પોરબંદર,જામનગર, વેરાવળ, દ્વારકા સહિતની દરિયાઇ પટ્ટી પર આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી થઇ રહી છે. વધુ વરસાદના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગમે તે ઘડીએ માછીમારોને દરિયો ન ખેડવાનું સિગ્નલ પણ જાહેર થઇ જશે.

    સેટેલાઇટ તસવીરમાં વાદળોના ગંજ

    બપોર બાદ સેટેલાઇટની તસવીરોમાં વાદળોના ગંજ દેખાઇ રહ્યાં છે. તસવીરમાં ગુજરાતને આવરી સૌરાષ્ટ્ર ઉપર છવાઈ રહેલા વાદળોના ગંજ નજરે પડે છે. જો હવે આ સિસ્ટમ બીજી બાજુ ફંટાઈ નહીં જાય તો સૌરાષ્ટ્ર - કચ્છ મુશળધાર વરસાદ વરસી પડે તેમ છે.


    Post Top Ad

    Post Bottom Ad