Header Ads

  • Breaking News

    LIVE IND vs ZIM : સરન-બુમરાહનો તરખાટ, ભારતને 100 રનનો પડકાર

    LIVE IND vs ZIM : સરન-બુમરાહનો તરખાટ, ભારતને 100 રનનો પડકાર 

     

     

    હરારે : બરિન્દરન સરન (10 રનમાં 4 વિકેટ) અને જસપ્રિત બુમરાહ (11 રનમાં 3 વિકેટ)ના ચુસ્ત પ્રદર્શન સામે ઝિમ્બાબ્વેએ ભારત સામેની બીજી ટી-20 મેચમાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 99 રન બનાવી લીધા છે. ઝિમ્બાબ્વે તરફથી પીટર મૂરે સૌથી વધારે 31 રન બનાવ્યા છે. ધવલ કુલકર્ણી અને ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.
    સરનની એક ઓવરમાં 3 વિકેટ
    - ચિગુમ્બુરા 8 રન બનાવી આઉટ થયો હતો.
    - પીટર મુર 31 રને બુમરાહનો શિકાર બન્યો હતો.
    - ડેબ્યૂ મેચમાં 4 વિકેટ ઝડપનાર સરન બીજો ભારતીય બોલર બન્યો. આ પહેલા પ્રજ્ઞાન ઓઝાએ આવી સિદ્ધિ મેળવી હતી.
    - સરને એક ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.
    - મસાકદ્ઝા 10 અને ચિભાભા 10 રન બનાવી સરનનો શિકાર બન્યા હતા.
    ઝિમ્બાબ્વેએ ટોસ જીત્યો, પ્રથમ બેટિંગનો નિર્ણય
    - ઝિમ્બાબ્વેના કેપ્ટન ક્રેમરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 
    - ભારતની ટીમમાં રિષી ધવન અને જયદેવ ઉનડકટના સ્થાને ધવલ કુલકર્ણી, બરિન્દર સરનનો સમાવેશ કરાયો હતો.
    બન્ને ટીમ આ પ્રમાણે છે
    ભારત : લોકેશ રાહુલ, મનદિપ સિંહ, અંબાતી રાયડુ, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), મનીષ પાંડે,  અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ધવલ કુલકર્ણી, યજવેન્દ્ર ચહલ, બરિન્દર સરન.
     
    ઝિમ્બાબ્વે : ચામુ ચીભાભા,  હેમિલ્ટન મસાકદઝા, એલ્ટન ચિગુમ્બુરા, સિકંદર રઝા, વોલર, ગ્રીમ ક્રેમર (કેપ્ટન), પીટર મૂર,  મુતુમ્બામી, મુઝારબાની, મદઝીવા, તિરીપાનો.

     

    No comments

    Post Top Ad

    Post Bottom Ad