માઈક્રોસોફટે ખરીદી Linkedin, રૂ.1.76 લાખ કરોડનો અત્યાર સુધીનો મોટો સોદો
માઈક્રોસોફટે દુનિયાની મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ લિન્ક્ડઇન કોર્પને ખરીદી લીધી છે. માઈક્રોસોફટે આ સોદો 2,620 કરોડ ડોલર( લગભગ 1.76 લાખ કરોડ રૂપિયા)માં કર્યો છે. આ સોદાને કંપની માટે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. આ બંને કંપનીઓ મળીને પ્રોફેશનલ્સ માટે વિશ્વનું સૌથી મોટું ઓનલાઈન નેટવર્ક બનાવશે. કેમ થઇ મોટી ડીલ અને કઈ રીતે થશે પેમેન્ટ...

લિન્કડઇને સોમવારે બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું છે બંને કંપનીઓ વચ્ચે આ અંગે સોદો થયો છે. આ અંતર્ગત માઈક્રોસોફટ 196 ડોલર પ્રતિ શેર પ્રમાણે લિન્ક્ડઇનને પેમેન્ટ કરશે. સમગ્ર ડિલ 49.5 ટકાના પ્રીમિયર પર કેશ ટ્રાન્ઝેકશનમાં થશે. આ ડીલની પ્રોસેસ આ વર્ષે પુરી થઈ શકે છે.

ડીલ સાથે સંકળાયેલી મુખ્ય બાબતો

જેફ વિનર લિન્ક્ડઇનના ચીફ એકઝીકયુટીવ ઓફિસર તરીકે ચાલુ રહેશે અને માઈક્રોસોફટના સીઈઓ સત્યા નડેલાને રીપોર્ટ કરશે. ડીલનું ટ્રાન્ઝેકશન આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. લિન્ક્ડઇન અને માઈક્રોસોફટ બંનેના બોર્ડમાંથી આ ડીલની મંજૂરી મળી છે. બંને કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુકત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લિન્ક્ડઇન પોતાના બ્રાન્ડ, કલ્ચર અને ઈન્ડિપેન્ડન્સને યથાવત રાખશે.

કઈ રીતે થઈ ડીલ?

આ સીઈઓ તરીકે સત્યા નડેલાએ કરેલી સૌથી મોટી ડીલ છે. માઈક્રોસોફટના ફાઈનાન્શિયલ એડવાઈઝર તરીકે મોર્ગેન સ્ટેન્લીની નિમણૂંક કરવામાં આવી છે. જયારે લિન્ક્ડઇનના ફાઈનાન્શિયલ એડવાઈઝર તરીકે કેટાલિસ્ટ પાર્ટનર્સ એન્ડ એલેન એન્ડ કંપની LLCની નિમણૂંક કરવામાં આવી છે. વર્ષ 2011માં લિન્ક્ડઇનના પબ્લિક લિસ્ટિંગ અગાઉ માઈક્રોસોફટે લિન્ક્ડઇનને ખરીદવા માટે ઘણી વખત વાતચીત કરી છે.

Post a comment

0 Comments