Updates

6/recent/ticker-posts

Header Ads Widget

આઇફા એવોર્ડમાં છવાયા દિપીકા-રણવીર, તસવીરો જુઓ

આઇફા એવોર્ડમાં છવાયા દિપીકા-રણવીર, તસવીરો જુઓ


ફૂટબોલની ધરતી કહેવાતા સ્પેનના શહેર મૈડ્રિડમાં આઇફા એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રણવીર સિંહને બાજીરાવ મસ્તાની માટે બેસ્ટ એક્ટર અને દિપીકા પાદુકોણની ફિલ્મ પીકુ માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ફિલ્મ બજરંગી ભાઇજાનને બેસ્ટ ફિલ્મ અને બાજીરાવ મસ્તાની માટે સંજય લીલા ભણસાણીને બેસ્ટ ડાયરેક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે આ ફંકશનમાં પ્રિયંકા ચોપડાને વૂમન ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ પ્રિયંકાએ સિગિંગ અને ડાન્સિંગનું લાઇવ પર્ફોમન્સ કર્યું હતું. અને સાથે જ ટાઇગર શ્રોફે માઇકલ જેક્શનને ટ્રીબ્યૂટ કરતો એક ડાન્સ રજૂ કર્યો હતો. જો કે પાછલા કેટલાક દિવસથી રણબીર અને દિપીકાના બ્રેકઅપની વાતો ચાલી રહી હતી પણ આ એવોર્ડ ફકંશનમાં તેમના પ્રેમને જોતા આ તમામ અફવાઓ પર ઠંડુ પાણી નંખાઇ ગયું હતું.