ટ્રેનની ઝપટે આવતાં ટ્રેક્ટરના ત્રણ ટુકડા, ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત
રેલવે લાઇનને ક્રોસ કરતી વખતે સાવધાની ન રાખવાનું પરિણામ બિહારના ભાગલપુરમાં જોવા મળ્યું.. અહીં અસમ એક્સપ્રેસની ટક્કર ટ્રેકટરને લાગતાં. ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. આ દુર્ઘટના રસેલપુર માનવરહિત ફાટક પર ઘટી હતી. અકસ્માત એટલો ભંયકર હતો કે ટ્રેકટરના ત્રણ ટૂકડા થઇ ગયા. અને એક ટૂકડો ટ્રેનના એન્જિનમાં ફસાઇ ગયો.. આ વીડિયો જ અકસ્માતની ગંભીરતાને રજૂ કરવા કાફી છે.