કઠિન સમયમાં સફળ જીવન જીવવાના, આ છે હજરત અલીના અમૂલ્ય સૂત્રો!

કઠિન સમયમાં સફળ જીવન જીવવાના, આ છે હજરત અલીના અમૂલ્ય સૂત્રો!
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ રમજાન માસ આસમાની કિતાબોના અવતરણ, ઈબાદત અને રોજા, મહંમદ સાહેબ (સ.અ.વ.)પર વહી (ખુદાનો સંદેશ) ઊતરવાનો આરંભ ઉપરાંત હજરત અલી (અ.સ.)ના અવસાન માટે પણ જાણીતો છે. અબુ તાલિબ અને ફાતિમા બિન્તે અસદના પુત્ર અલી ઇબ્ને અબુ તાલિબનો જન્મ ૧૩ રજ્જબ હિજરી સન ૨૪, ઓક્ટોબર ૨૩ ઈ.સ.૫૯૮મા કાબામાં થયો હતો. ઇસ્લામી ઇતિહાસમાં અલી ઇબ્ને અબુ તાલિબ તેમની બહાદુરી, જ્ઞાન, ઈમાનદારી, ત્યાગ, ઈમાન અને મહંમદ સાહેબ પ્રત્યેની શ્રદ્ધા અને વફાદારી માટે જાણીતા છે. મહંમદ સાહેબે તેમની વહાલી પુત્રી હજરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા હતા. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌ પ્રથમ પુરુષ હતા. આ ઉપરાંત તેઓ ઇસ્લામના અંતિમ અર્થાત્ ચોથા ખલીફા (ઈ.સ.૬૫૬ થી ૬૬૧) પણ હતા. આજે તેમનાં કેટલાંક અમર ઉપદેશાત્મક અવતરણોને માણીએ.

વધુ  જાણવા  માટે  અહીં  ક્લિક  કરો