"આ છે દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓ, જ્યાંથી પસાર થતા જીવ હથેળીમાં લેવો પડે છે!"
આમ તો ભારતમાં ઘણી બધી ખીણ અને ટેકરીઓ વાળા રસ્તા છે, પરંતુ આમાંથી અમુક તો એવા છે જેનાથી પસાર થતા હથેળીમાં જીવ લેવો પડે તેવા ખતરનાક રસ્તાઓ છે. ઘણા એડવેન્ચર લવર્સ આવા રસ્તામાં જવાનું સાહસ કરતા હોય છે. તો કોઈને મજબૂરીમાં અહીંથી જવું પડે છે. આવા રસ્તાઓમાં વાહન ચાલકનું ઘ્યાન જો સહેજ પણ ભટકે તો મૃત્યુ તો નિશ્ચિત જ છે.
એલ કેમીનીટો ડેલ રે, સ્પેઇ
સ્પેઇનના દક્ષીણ ક્ષેત્રમાં આ 110 વર્ષ જૂનો રસ્તો છે. આને ‘કિંગ પાથ વે’ ના નામથી ઓળખવામાં આવે છે. આને ને હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ માં કામ કરતા મજુરોને અવરજવર માટે બનાવ્યો હતો. આ રસ્તાને 2000 માં બંધ કરવામાં આવ્યો હતો, કારણકે અહી અવારનવાર લોકોનું મૃત્યુ થતું હતી. આની નીચે જંગલ છે. આને ઉપરથી જોવામાં ખૂબ જ ભયાનક લાગે છે.
ફુરકા પાસ સ્વિટ્ઝર્લૅન્ડ
સ્વિટ્ઝર્લૅન્ડનો ફુરકા પાસ રસ્તો સમુદ્ર સપાટીથી 2429 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આ યુરોપનો સૌથી ખતરનાક અને ઉંચો માર્ગ છે.
હુશાન ક્લીફસાઈડ પાથ, ચાઇના
હુશાન યલો નદીના તટપ્રદેશ પાસે ઓરડોસ લૂપ સેક્શનના સાઉથવેસ્ટ માં સ્થિત છે. અહી બે ચાલવાના માર્ગ હુશાનની ઉત્તર ટોચ માટે છે. આ ‘હુઆ શાન યુ’ ના નામેથી ઓળખાય છે. અહી પ્રથમ રસ્તો ત્રીજી અને ચોથી સદીમાં બનાવવામાં આવ્યો હતો. તે સમયે ચીન ના આ ક્ષેત્રમાં તાંગ રાજવંશનું શાસન હતું. અહી સરકારે ઘણી સુરક્ષા કરી છે છતા અહી દુર્ઘટના વારંવાર થાય છે.
લીબેક રિજન્સી, ઇન્ડોનેશિયા
ચીબેરંગ નદીની એક બાજુ ગામ છે તો બીજી બાજુ સ્કુલ છે. એવામાં બાળકોને નદી પર તૂટી પડેલ આ ખતરનાક પુલ ને પાર કરીને શાળાએ જવું પડે છે. આ પુલને પાર કર્યા બાદ લગભગ અડધી કલાક ચાલીને શાળા આવે છે. જોકે, હાલમાં આની જગ્યાએ નવો પુલ બની રહ્યો છે.
કૉલ ડૂ ચૌસી, ફ્રાન્સ
કૉલ ડૂ ચૌસી દુનિયાના સૌથી ઊંચા પહાડીય રસ્તામાંથી એક છે. જેની ઊંચાઇ સમુદ્ર સપાટીથી 1533 મીટર છે. આ રસ્તા પર એટલા બધા વળાંક છે કે ગાડીઓ ચલાવવી મુશ્કેલ બની જાય.
હેલસેમા હાઇવે, ફિલિપાઇન્સઆ હાSફિિપાઇન્સમાં સૌથી ઉંચાઈ પર બનેલ છે. આ રસ્તો લપસી જવાઈ તેવો છે અને તૂટેલો પણ છે. આ રોડવેઝ પર ગાડી ચલાવવી ખુબ જ મુશ્કેલ છે. 150 માઈલ લાંબો આ હાઇવે વાંકોચૂકો છે.
હુનન પ્રાંત, ચાઇના
આને સૌથી ખતરનાક રસ્તો માનવામાં આવે છે. આ રસ્તા દ્વારા ચીનના હુનન પ્રાંતના બાળકો સ્કુલે જાય છે.
રોશ વેયરાંડ, ફ્રા
ફ્રાન્સમાં 120 એવા રસ્તાઓ છે જે આગળથી ખુબ સરળ છે અને જેમજેમ આગળ જઈએ તેમ કઠીન માર્ગમાં બદલાય છે. આનું સારું ઉદાહરણ રોશ વેયરાંડ છે.