પારુલ યુનિ. દુષ્કર્મ કેસ: જયેશ પટેલનો માફી માગતો વીડિયો થયો લીક
વડોદરાઃ પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર દુષ્કર્મના આરોપી અને યુનિવર્સિટી ટ્રસ્ટી એવા ડો. જયેશ પટેલે પીડિતાના પરિવારજનો સમક્ષ માંગેલી માફીનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં ત્રણ જેટલા પરિવારજનો દુષ્કર્મની ઘટના બાદ જયેશ પટેલ પાસે યુનિવર્સિટી પહોંચ્યા હતાં અને જયેશ પટેલને અપશબ્દો પણ કહ્યાં હતાં. જેની વીડિયો ક્લિપ અહીં પ્રસ્તુત છે.
પીડિતાના એક મહિલા કુટુંબીજન જયેશ પટેલને કહે છે: મારી છોકરીને પાછી મળવાની છે?