આ છે 5 બેસ્ટ બેન્કિંગ એપ, જે બદલશે તમારી દુનિયા, મળશે 100થી વધુ સર્વિસ
નવી દિલ્હીઃ સમયની સાથે ચાલીને બેન્કો પણ હવે ડિજિટલ થઈ ગઈ છે. હવે વેબસાઈટ અને ફોન બેન્કિંગ બાદ બેન્કોએ પણ પોતાની એપ લોન્ચ કરી દીધી છે. નવી એપ્સની વિશેષતા એ છે કે તે માત્ર ફન્ડ ટ્રાન્સફર કે ચેકબુક રિકવેસ્ટ સુધી જ મર્યાદીત રહી નથી. તેના દ્વારા બેન્કો સાથે સંકળાયેલા 100-150 કામ પતાવી શકાય છે. એટલે કે બધુ જ એપ પર છે, ઉપરાંત અનેક બેન્કો રિવોર્ડ પોઈન્ટ પણ આપી રહી છે. જેના દ્વારા રૂપિયાની બચત કરી શકાય છે.