મહેસાણા હાઇવે પર લક્ઝરી બસ પલટી મારી: એકનું મોત, 30 ઈજાગ્રસ્ત
મહેસાણા: શંકુઝ વોટરપાર્ક જઈ રહેલી લક્ઝરી બસને નુગર ચાર રસ્તા પાસે અકસ્માત નડ્યો હતો અને પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 30 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે. ચાર વ્યક્તિઓની હાલત અતિ ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એક બાઈક ચાલક પણ બન્યો ભોગ
લક્ઝરી બસ અકસ્માતમાં રોડ પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને પણ બસે અડફેટે લીધો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.