ઈસરોએ એકસાથે 20 સેટેલાઈટ્સ કર્યા લોન્ચ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
એકસાથે 20 સેટેલાઈટ્સ લોન્ચ કરીને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. બુધવાર સવારે 9.26 વાગે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C34) રવાના કરવામાં આવ્યા છે. તે 26 મિનિટ 30 સેકન્ડમાં તમામ સેટેલાઈટ્સ લોન્ચ કરી દીધા હતા. આ રીતે ઈસરો 2008માં એકસાથે 10 સેટેલાઈટ્સ મોકલવાના પોતાનો રેકોર્ડને સુધાર્યો છે. જોકે, દુનિયામાં સિંગલ મિશનમાં અમેરિકા 29 અને રશિયા 33 સેટેલાઈટ્સ એકસાથે લોન્ચ કરવાનો રેકોર્ડ ધરાવે છે.
વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો
વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો