અંતે રાજકોટે તોડ્યો ચીનનો રેકોર્ડ, એકસાથે 1600 સગર્ભાઓએ કર્યા યોગ
રાજકોટ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસે શહેરમાં એકસાથે 1600 સગર્ભા મહિલાઓ યોગ કરી ચીનનો રેકોર્ડ તોડ્યો છે. ચીનમાં એક સાથે 913 પ્રેગનેન્ટ મહિલાઓએ યોગા કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. આ માટે જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ આયોજન કર્યું છે. કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલમાં મહિલાોએ યોગ કર્યા હતા. તેમને યોગાસન કરાવવા માટે હરિદ્વારથી યોગમાં પીએચ.ડી. કરનારા માસ્ટર ટ્રેનરને બોલાવવામાં આવ્યા છે. ચીનનો રેકોર્ડ રાજકોટમાં તૂટ્યો છે.