માઈક્રોસોફ્ટ પાસે છે 100 અબજ ડોલર કેશ, જાણો કેમ લોન લઈને ખરીદશે લિન્કડઈન
નવી દિલ્હીઃ 100 અબજ ડોલરથી વધારે કેશ સરપ્લસ રાખતી માઈક્રોસોફ્ટે લિન્કડઈન કોર્પેને ખરીદવા માટે લોન લેવાનો નિર્ણય કર્યો છે. કંપની લિન્કડઈનને 26.2 અબજ ડોલરમાં ખરીદશે. આ સ્થિતિમાં ચોંકાવનારી વાત એ છે કે જ્યારે કંપની પાસે આટલી કેશ સરપ્લસ છે તેમ છતાં લોન કેમ લઈ રહી છે? આ ઉપરાંત લિન્કડઈનને આટલી મોટી રકમમમાં ખરીદવાનો નિર્ણય કેટલા અંશે યોગ્ય છે તેને લઈને પણ માઈક્રોસોફ્ટ પર સવાલ ઉઠી રહ્યા છે. લિન્કડઈનનું ગાઈડન્સ પણ સારું આવ્યું નથી, ઉપરાંત કંપનીના શેરમાં રેકોર્ડ ઘટાડાના કારણે પ્રમોટર્સ પ્રેશરમાં હતા. કંપનીનો શેર 6 ફેબ્રુઆરી, 2016ના રોજ 44 ટકા તૂટ્યો હતો. જેનાથી તેની માર્કેટ કેપ એક અબજ ડોલર ઘટી હતી.